મસાલેદાર અને ગરમ વાનગી 'તંદૂરી મશરૂમ' બનાવો

બનાવો સ્પાઈસી અને હટકે

મસાલેદાર અને ગરમ વાનગી 'તંદૂરી મશરૂમ' બનાવો


સામગ્રી:

 • મશરૂમ્સ - 300 ગ્રામ
 • કોર્નફ્લાવર - 1/2 ટીસ્પૂન
 • દૂધ - 1/2 કપ
 • કસુરી મેથી - 1/2 ટીસ્પૂન
 • દહીં - 1/4 કપ
 • મીઠું - સ્વાદ માટે
 • આખું લાલ મરચું - 4 નંગ
 • લસણ - 4 કળીઓ
 • આદુ - 1 ઇંચનો ટુકડો
 • ધાણાજીરું – ૨ટીસ્પૂન
 • મીઠું - સ્વાદ માટે

રીત

 • મશરૂમ્સ ને ધોઈ લો.
 • દૂધમાં કોર્નફ્લોર નાખો અને મિક્સ કરો.
 • નોનસ્ટિક પેનમાં તેલ નાંખો, તેમાં આખા લાલ મરચા, લસણ, આદુ, કોથમીર અને કસુરી મેથી નાંખો, થોડું પાણી છાંટવું અને 1 મિનિટ માટે રાંધવા.
 • ત્યારબાદ મશરૂમ, મકાઈનો લોટ અને દૂધનું મિશ્રણ, દહીં અને મીઠું નાખીને 4 થી 5 મિનિટ માટે રાંધવા.
 • એકવાર શાકભાજી એકસરખી રાંધ્યા બાદ તેને ગરમ ગરમ સર્વ કરો.


JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.